અમે ધી કૃષ્ણ ઇલેક્ટ્રોપ્લેટીંગ એન્ડ પૉલીશીંગ વર્કસ સતત ૭૦ વર્ષોના કલાત્મક કારીગરી અને પોલીશીંગના અનુભવ સાથે આ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છીએ. નિષ્ણાત કારીગરોની ટીમ એ અમારી સફળતાનો પાયો છે. વિવિધ પ્રકારની કલાત્મક કારીગરીમાં અમે નિપુણતા હાંસલ કરેલ છે. લઘુતમ નફો અને ઉત્તમ પ્રકારે જિન મંદિર નું સુશોભન એજ અમારો ઉદ્દેશ છે. કલાકારીગરી સાથે અમો બફીંગ અને પોલિશીંગના વ્યવસાયમાં પણ કાર્યદક્ષતા પુરવાર કરેલ છે. ઝીણામાં ઝીણી બારીક નકશીપર સાફ પૉલીશીંગ એ અમારી ખુબી છે. અમે ઉત્તમ કામ માટે બંધાયેલા છીએ.
At The Krishna Electroplating and Polishing Works, we take pride in over 70 years of expertise in the field, showcasing a rich heritage of artistic craftsmanship and polishing excellence. Our success is built on the dedication of our skilled artisans, who are integral to our operations. We specialize in various forms of artistic craftsmanship, striving to provide the finest adornment for Jain temples while maintaining minimal profit margins. Our proficiency extends to the meticulous business of buffing and polishing, with a particular focus on precision cleaning and polishing of intricate designs. We are committed to delivering exceptional quality in every project we undertake.
દેરાસર/ મંદિરોના યાંદી/પિત્તળ/જર્મનના/ તાંબાના મઢેલા દરવાજા | સિંહાસન (ત્રિગડું) |ભંડાર | આંગી | પૂઠિયા ધજા દંડ | ઘુમ્મટ કળશ | સુપન | રથ અને પાલખી વગેરે બનાવનાર, બફ પૉલીશ, ચાંદી પૉલીશ, લેકર પૉલીશ અને ઓપણી પૉલીશ કરનાર ધજાદંડ કળશને ગોલ્ડ પૉલીશ કરનાર જર્મન, પિત્તળના વાસણો તથા પિત્તળ કઠેડો, જાળી, ઝાંપા બનાવનાર અને બફ પોલીશ કરનાર ડેકોરેટર્સ/કેટરીંગના તમામ વાસણોને બફ પોલીશ તથા યાંદી પૉલીશ કરનાર. તમારા ઘર ના તમામ વાસણો અને કલાત્મક મૂર્તિયો પોલિશ કરનાર.
We are manufacturers of high-quality brass, German silver, and copper doors for derasar/temples. Our product range includes thrones (trigun), storage units, canopies, flagpoles, dome kalash, decorative elements, chariots, and palkhis. Our polishing services include buff polishing, silver polishing, lacquer polishing, and gold polishing for kalash and flagpoles. We also specialize in buff polishing for German silver and brass utensils, as well as brass kettles, grilles, and decorative items. Additionally, we provide buff polishing and artistic polishing for all household utensils and decorative idols.
જૈન હોવાથી દેરાસરજી અને ભગવાનની આશાતના અને અવહેલના ના થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. જરૂરિયાત મુજબ સ્થળ ઉપર આવી કામ કરી આપવામાં આવશે. આપની અનુકુળતા મુજબ નકશીકામ કરવામાં આવશે. લેકરીંગની ખાસ સુવિધા આપવામાં આવશે. જરૂરીયાત મુજબ લાઈટ ફિનીશ, ડલ ફિનીશ, અને મેટ ફિનીશ કરી આપવામાં આવશે.
As a Jain-owned business, we take special care to ensure that the sanctity of the derasar and the deities is preserved and respected. We are committed to carrying out work on-site as required, adhering to your convenience and specifications. Our services include specialized facilities for lacquering and the application of various finishes, such as light, dull, and matte finishes, as needed.